27 ઑગસ્ટ, 2012

નીલ આર્મસ્ટ્રોંગ

Photo of Neil Armstrong, July 1969, in space suit with the helmet off
નીલ આર્મસ્ટ્રોંગ
   ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર વ્યક્તિ કોણ જો એવો સવાલ તમને પૂછવા માં આવે આપણે થોડું પણ વિચાર્ય વગર કહી દઈએ કે નીલ આર્મસ્ટ્રોંગ ખરુને  તો આ વ્યક્તિ  એટલે કે નીલ આર્મસ્ટ્રોંગ નું ૨૫ ઓગસ્ટ નારોજ નિધન થયેલ છે જેમની થોડા દિવસ પહેલા બાયપાસ સર્જરી થઇ હતી અને થોડા દિવસ પહેલા તેમનો જન્મદિવસ ગયો હતો 
નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકાના ઓહિયો રાજ્યના વેપાકોનેટામાં થયો હતો. જુલાઈ ૧૯૬૯માં એપોલો-૧૧ મિશનમાં નેતૃત્વ કરતાં તે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે “ મનુષ્ય માટે આ નાનકડું પગલું માનવ જાતિ માટે મોટી છલાગ સાબિત થશે


ચંદ્ર પર પ્રથમ ડગલું માંડનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું ૮૨ વર્ષે નિધન થયું હોવાના સમાચાર પરિવારના સભ્યોએ આ હૃદયસ્પર્શી નિવેદન દ્વારા આપ્યા હતા
૧૬ વર્ષની ઉંમરે આર્મસ્ટ્રોંગને પ્લેન ઉડાવવાનું લાઇસન્સ મળ્યું હતું.
૬૦ કલાકની અંતરિક્ષ સફર બાદ તેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. ૧૯૬૯માં ૧૬મી જુલાઈએ એપોલો-૧૧ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું.
૧૨ અમેરિકન અવકાશયાત્રી ૧૯૬૯થી ૧૯૭૨માં ચંદ્ર પર જઈ આવ્યા હતા, તેમાંથી આઠ જીવે છે.
૧૯૩૦
પાંચમી ઓગસ્ટે અમેરિકાના ઓહાયોમાં નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ થયો હતો.
૧૯૪૯
અમેરિકી નેવી તરફથી કોરિયન યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ દરમિયાન તેમણે યુદ્ધવિમાનમાં ૭૮ વાર ફ્લાઇંગ કર્યું હતું.
૧૯૬૨
૧૭મી સપ્ટેમ્બરે નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય બે અવકાશયાત્રી સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા.
૧૯૬૬
આર્મસ્ટ્રોંગે અંતરિક્ષમાં પહેલી વાર ઉડાણ ભર્યું હતું, ત્યારે તેમને કાર ચલાવતા નહોતું આવડતું. એ વખતે તેઓ નાસાના જેમિની-૮નું નેતૃત્વ કરી રહ્યા હતા.
૧૯૬૯
૨૦મી જુલાઈએ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર પગ મૂકનાર સૌપ્રથમ માનવી બન્યા.
૧૯૭૨
અમેરિકાએ તેનાં ચંદ્ર અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
૨૦૦૯
મિશનની ૪૦મી વર્ષગાંઠે પ્રમુખ બરાક ઓબામાએ નીલ આર્મસ્ટ્રોંગ સહિત અન્ય બે અવકાશયાત્રીનું સન્માન કર્યું હતું. નીલ જ્યારે ચંદ્ર પર હતા ત્યારે ઓબામા સાત વર્ષના હતા.
ગત પાંચમી ઓગસ્ટે ૮૨મો જન્મદિન ઊજવનારા આર્મસ્ટ્રોંગને હૃદયસંબંધી બીમારી હતી અને તાજેતરમાં જ હાર્ટસર્જરી કરાવી હતી પણ તેઓ અસ્વસ્થ હતા અને શનિવારે અવસાન પામ્યા
૧૯૬૯માં અમેરિકાના મૂનમિશન એપોલો-૧૧માં નીલ આર્મસ્ટ્રોંગ કમાન્ડર તરીકે ગયા હતા, તેમની સાથે અન્ય અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન પણ હતા. બંને અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ત્રણ કલાક સુધી લટાર મારી હતી, પરંતુ 'જાયન્ટ લીપ' તરીકે ખ્યાતિ તો નીલ આર્મસ્ટ્રોંગને જ મળી અને ચંદ્ર પર પ્રથમ ડગલું ભરનાર મનુષ્ય તરીકે ઓળખાયા
ચંદ્ર પર નીલે ફરકાવેલો ધ્વજ ગાયબ
તાજેતરમાં જ નાસાએ ચંદ્રની સપાટી પરની જે તસવીરો લીધી છે તેમાં છ અમેરિકન ધ્વજ ચંદ્ર પર લહેરાઈ રહ્યા છે પણ તેમાં એપોલો-૧૧ મિશન વખતે નીલ આર્મસ્ટ્રોંગે ફરકાવેલો ધ્વજ ગાયબ છે. અમેરિકન સ્પેસક્રાફ્ટ છ વાર ચંદ્રની સપાટી પર ઊતરી ચૂક્યાં છે અને અવકાશયાત્રીઓએ ત્યાં દર વખતે પોતાના વિજ્ઞાાની અને ટેક્નોલોજીની સિદ્ધિની યાદમાં રાષ્ટ્રનો ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજ ચંદ્ર પરનાં પ્રતિકૂળ વાતાવરણમાં પણ ફરકી રહ્યા છે.
અંત સુધી ટસના મસ ન થયા!
ચંદ્રની સપાટી પર ડાબો પગ મૂક્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ શબ્દો હતા, That’s one small step for man, one giant leap for mankind' અર્થાત  'ચંદ્રની સપાટી પર મનુષ્યનું પ્રથમ ડગલું પણ માનવજાત માટે એક મોટી છલાંગ.' આ શબ્દો લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા, પરંતુ ૧૯૬૯માં લેન્ડિંગ બાદ તેમણે તરત કહ્યું હતું કે, ''તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા હતા. તેમણે ચંદ્ર પરથી That’s one small step for man, one giant leap for a mankind.' એમ કહ્યું હતું.'' આના પર રિસર્ચ પણ કરવામાં આવ્યાં હતાં. લોકો ભલે એમ કહેતાં કે તેમની સ્પીચમાં સ્વર 'ટ્વ'નો ઉપયોગ નહોતો કરાયો પણ તેમ છતાં કેટલાંક રિસર્ચ તેમના પક્ષમાં હતાં. આર્મસ્ટ્રોંગે જીવનની અંતિમ ક્ષણ સુધી પકડી રાખ્યું હતું કે, ચંદ્ર પરથી તેમણે આપેલી સ્પીચમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો હતો.
ચંદ્ર પર પોતાનો ક્લિયર ફોટો ન લઇ શક્યા
નીલે ચંદ્રની સપાટીને કોલસાની ધૂળ જેવી ગણાવી હતી. તેમનું સ્પેસક્રાફ્ટ જ્યાં ઊતર્યું હતું ત્યાં એક ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. આ ઐતિહાસિક પળને સ્પેસક્રાફ્ટ પર લગાવેલા કેમેરાએ કેદ કરી હતી. ચંદ્ર પર ઊતર્યા બાદ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ ચંદ્રની સપાટીની તસવીર લીધી અને તેની માટીના નમૂના એકત્રિત કર્યા, જોકે ચંદ્ર પર આર્મસ્ટ્રોંગની કોઈ સારી તસવીર લઈ શકાઈ નહિ, કારણ કે કેમેરા મોટા ભાગનો સમય તેમના હાથમાં જ રહ્યો હતો. આર્મસ્ટ્રોંગ પછી ૨૦ મિનિટ બાદ તેમના સાથી અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઊતર્યા હતા
.બોલપેને આર્મસ્ટ્રોંગનું મિશન સફળ બનાવ્યુંએપોલો-૧૧ સ્પેસક્રાફ્ટમાં બોલપેન અને ઓલ્ડ્રિનની કોઠાસૂઝે કામ કર્યું ન હોત તો આર્મસ્ટ્રોંગ, ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ અંતરિક્ષમાં જ મૃત્યુ પામ્યા હોત. આર્મસ્ટ્રોંગ અને ઓલ્ડ્રિને ચંદ્ર પર ઊતરવાના ઉત્સાહમાં એક સ્વિચ તોડી નાખી હતી, જે તેમને ચંદ્ર પરથી પાછા પૃથ્વી પર સલામત રીતે લઈ જવા માટે જરૂરી હતી, પરંતુ ઓલ્ડ્રિને કોઠાસૂઝ વાપરી પેનને તૂટેલી સ્વિચની જગ્યાએ લગાવી દીધી હતી, આમ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પરથી ટેકઓફ થવામાં સફળ રહ્યું હતું. થોડા સમય પહેલાં જ ઓલ્ડ્રિન (૭૬)એ ફિલ્મ પ્રોડયુસર્સને કહ્યું હતું કે, જ્યારે સ્વિચ તૂટી તો તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તે સ્વિચ કદાચ તેમાંના એક અવકાશયાત્રીના ડ્રેસને કારણે તૂટી હોઈ શકે.
અંતરિક્ષ કાર્યક્રમોમાં રાજકારણથી નિરાશ હતા નીલ
આર્મસ્ટ્રોંગ તેમનાં નિવૃત્ત જીવનમાં બહુ લાઇમલાઇટમાં રહ્યા નહોતા, પરંતુ લાંબા સમય બાદ તેમણે અંતરિક્ષ કાર્યક્રમો પર રમાઈ રહેલાં રાજકારણ અને હરીફાઈ પર ટિપ્પણી કરી આ બધાને તેમને તુચ્છ કક્ષાનું ગણાવ્યું હતું. સ્પેસ કાર્યક્રમો માટેની બરાક ઓબામાની નીતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી

26 ઑગસ્ટ, 2012

હિરોશીમા ૬/૮/૧૯૮૪

हिरोशिमा जापान का एक नगर है जहाँ द्वितीय विश्वयुद्ध के दौरान १९४५ में संयुक्त राज्य अमेरिका द्वारा परमाणु बम गिराया गया था जिससे पूरा का पूरा नगर बरबाद हो गया था। इस विभिषका के परिणाम आज भी इस नगर के लोग भुगत रहे हैं। जापान के एक दूसरे नगर नागासाकी पर भी परमाणु बम से हमला किया गया था। इसी का परिणाम है कि जापान ने परमाणु हथियार कभी निर्माण न करने की नीति स्थापित की है

ગણિત ઉદભવ પ્રચાર પ્રસાર


ગણિત
ગણિત  જથ્થામાળખાંઅવકાશ અને વધઘટનો અભ્યાસ છે. ગણનાગણત્રી માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે.
ગણિતને સદીઓથી એક ફિલસુફી તરીકે જોવામાં આવે છે. પ્લુટો અને તેમના જેવા ઘણા મહાન ગણિતજ્ઞોની ગણના ફિલસુફ તરીકે વધુ થાય છે. વિજ્ઞાનના વિકાસની સાથે ગણિત એ વિજ્ઞાનની ભાષા તરીકે ઊદય થયો. ગણિતને અત્યાર સુધી નેચરલ વિજ્ઞાનઍન્જીયરીંગ અને ભૌતિકશાસ્ત્રના પાયા તરીકે જોવામાં આવતું હતું પણ બાયો-ટેક્નોલોજી અને કમ્પ્યુટરના આવિષ્કારમાં ગણિતનો ફાળો જોઇને હવે તેને વિજ્ઞાનની તમામ શાખાઓના પાયા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ગણિતનો અંગ્રેજી શબ્દ "mathematics"  ગ્રીક શબ્દ μάθημα (máthema) એટલે કે "વિજ્ઞાન" અને μαθηματικός (mathematikós) એટલે કે "શીખવાની ઈચ્છા રાખનાર" પરથી આવ્યો છે. ગણિતને અંગ્રેજીમાં ટૂંકમાં maths (Commonwealth Englishમાં) અથવા math (American Englishમાં) કહેવાય છે. ગણિત વિષે વધુ જાણવું હોય તો ગણિત વિજ્ઞાન મંડળ માંથી ડાઉનલોડ કરીલો ફાઈલ ગણિતની 

15 ઑગસ્ટ, 2012

રેડિયેશન એટલે શું?

રેડિયેશન એટલે શું?
ઉત્તર : જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે., રેડિયેશનના બે પ્રકાર છે. આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટ રુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે 

7 ઑગસ્ટ, 2012

ગણિત વિજ્ઞાન પ્રદર્શનના હેતુઓં



વિજ્ઞાન – ગણિત


એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહર નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
વિજ્ઞાન પ્રદર્શનો શા માટે?
સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.
બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.
તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
વિજ્ઞાનનો ફેલાવો કરવો.
આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.
વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક, જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે

6 ઑગસ્ટ, 2012

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 6/8/2012

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
            (6 ઓગસ્ટ 1881-11 માર્ચ 1955) એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ]હતા. ફ્લેમિંગે બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને 1928માં ફુગપેનિસિલિયમ નોટાટમ માંથી એન્ટીબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને 1945માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.
1999માં ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ 20મી સદીના સૌથી વધુ મહત્વના 100 લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, “આ એક એવી શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઉભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારીત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટ્યુબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો
વધુ વાચવા ગણિત વિજ્ઞાન મંડળમાં થી ડાઉનલોડ કરો અને નિરાતે વાચો  

4 ઑગસ્ટ, 2012

વિક્રમસારાભાઈ જન્મતારીખ - ૧૨/૮/૧૯૧૯

                                                                   વિક્રમસારા ભાઈ


શરુઆતના વર્ષૉ


વિક્રમ સારાભાઇનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટર, અમદાવાદમા છે.

૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.નીકેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી

કારકીર્દી


૧૯૪૧ થી ૧૯૪૬ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચેભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સઅને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.

ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઇએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઇ સાથે કામ કરવું એક સદ્ નસીબની વાત હતી.

વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું

ભારતીય અવકાશીય કાર્યક્રમ


ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઇને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારેથીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઇના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિ
યાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો

અંગત જીવન

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમનું નિદ્રામાંજ મૃત્યુ થઈ 

પુરસ્કાર અને માનદ સ્થાનો

  • ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • I.A.E.A ની શિબિરના પ્રમુખ (૧૯૭૦)
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨
  • સ્થાપના

    • આઈ.આઈ.ઍમ.(IIM-Indian Institute of Management) ની સ્થાપના.
    • અટીરા(ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના
    • અન્ય માનદો

      દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.
      અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે આઇ.આઇ.એમ.ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે